પેટ્રોલ-ડીઝલ ના વધતા ભાવ અંગે કોંગ્રેસે હવે કમર કસી છે. દેશના કેટલાંક શહેરમાં પેટ્રોલ – ડીઝલના ભાવ 100ને પાર થયા છે. ગુજરાતમાં પેટ્રોલ – ડીઝલનો ભાવ 93 રૂપિયાની આસપાસ છે. ત્યારે હવે પેટ્રોલ – ડીઝલના ભાવ અંગે વિપક્ષ દેખાવો કરશે. આ અંગે કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે.

આવતીકાલે કોંગ્રેસ આ મુદ્દે દેખાવો કરશે.આવતીકાલે ગુજરાત કોંગ્રેસનો રાજ્યવ્યાપી દેખાવો છે. પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધારા સામે કોંગ્રેસ દેખાવો કરશે.

વધુમાં તેઓએ જણાવ્યું છે કે, વધતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઇ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાના પ્રહાર કર્યા છે. અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે એક્સાઇઝ ડ્યુટી 5 રૂપિયાથી લઇ 9 રૂપિયા હતી. ભાજપ સરકારે ચાર ગણો ટેક્ષ વધાર્યો છે. કોંગ્રેસ વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ પર જન આંદોલન કરશે.

આવતીકાલે ગુજરાત કોંગ્રેસનો રાજ્યવ્યાપી દેખાવો કરશે. પેટ્રોલ-ડીઝલ ના સતત ભાવ વધારા સામે કોંગ્રેસ દેખાવો કરશે. ભાજપ સરકાર ઇંધણ પરની સુનિયોજિત લૂંટ બંધ કરી જનતાને રાહત આપે.

ભાજપ સરકાર ઇંધણ પરની સુનિયોજિત લૂંટ બંધ કરી જનતાને રાહત આપે. ભાજપ સરકારે 7 વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા એકસાઇઝ પર વધારો કર્યો છે. ડીઝલ પર 7 વર્ષમાં 820 ટકા નો એકસાઇઝ વધારો કરવામાં આવ્યો છે. આમ, એકસાઇઝ પર વધારાથી 21 લાખ કરોડ સેરવી લીધા છે. એકસાઇઝ માં ઘટાડો કરી જનતા ને રાહત આપવા કોંગ્રેસની માંગ છે.