કોંગ્રેસનેતા ભરતસિંહ સોલંકી ફરી એકવાર વિવાદમાં આવી રહ્યા છે જે કોંગ્રેસનેતા ભરતસિંહ સોલંકીનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેને લઈને હાલમાં ચર્ચાએ જોર પકડ્યું છે. જે ભરતસિંહ સોલંકીને તેમના પત્ની રેશ્મા પટેલે પરસ્ત્રી સાથે રંગેહાથ ઝડપી લીધા હોવાનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં હાલ કોંગ્રેસી નેતા ભરતસિંહના પત્ની અને યુવતી વચ્ચેની બબાલનો વીડિયો વાયરલ થયો છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીનો ભાંડો ફૂટતા રાજકારણમાં મોટો ખળભળાટ મચ્યો છે. આ યુવતી સાથે સંબંધો હોવાનો ભરતસિંહની પત્નીએ આરોપ લગાવ્યો છે. યુવતિને કારણે પતિ-પત્નીના સંબંધો બગડ્યા હોવાનો ભરતસિંહની પત્નીનો આક્ષેપ છે. આ વિડીયો મંગળવાર સાંજનો હોવાનું કહેવાઈ રહ્યું છે, જોકે તે અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ નથી.

વિડીયો ક્લીપ સોશિયલ મીડિયામાં જોઈ શકાય છે કે, રેશ્મા પટેલ ભરતસિંહના ઘરમાં દરવાજો ખોલી પ્રવેશે છે, અને ઘરમાં રહેલી એક યુવતી સાથે ઝપાઝપી કરવા લાગે છે. રેશ્માબન પટેલે અગાઉ પણ વકીલ મારફતે પોતાની વાત વિશે જાહેરમાં ખુલાસો કર્યો હતો. ભરતસિંહના પત્ની અને યુવતી વચ્ચે થયેલી બબાલનો વાયરલ વીડિયોની સમાચાર પુષ્ટિ કરી રહ્યું નથી આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.