રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 મહાનગરપાલિકા બાદ રાજ્યની તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને મતદાન કરવામાં આવ્યું છે ત્યારે આવતીકાલે મંગળવારે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારે આ પરિણામ આવતા જ પહેલા જ સાણંદ તાલુકા પંચાયતના પરિણામ પહેલા માઠા સમાચાર આવ્યા છે.

સાણંદ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ પહેલા પીપળના ઉમેદવારનું નિધન થયું છે. પીપળના ઉમેદવાર લીલાબેન ઠાકોરનું નિધન થયું છે. જેમનું નિધન ફેફસાની બીમારી કારણે થયું છે. જે પીપલ બેઠકમાં ભાજપ, કોગેસ અને અપક્ષના ઉમેદવાર વચ્ચે ત્રી પંખીઓ જંગ હતો. લીલાબેન ઠાકોર પીપળના અપક્ષ ઉમેદવાર હતા. અમદાવાદ જિલ્લાના સાણંદની 17 નંબરની તાલુકા પંચાયત પીંપળતી તેઓ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા.