કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના વાયરલ વિડિયોનો મામલો હાલ ચર્ચામાં રહેલ છે. ગઈ કાલના ભરતસિંહ સોલંકીને તેમના પત્ની રેશ્મા પટેલે પરસ્ત્રી સાથે રંગેહાથ ઝડપી લીધા હોવાનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો હતો. સોશિયલ મીડિયામાં હાલ કોંગ્રેસી નેતા ભરતસિંહના પત્ની અને યુવતી વચ્ચેની બબાલનો વીડિયો વાયરલ થયો હતો.

એવામાં હવે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના વાયરલ વિડિયોનો મામલો કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે પહોંચી ગયો છે. ગુજરાતના નેતાઓએ ભરતસિંહ સોલંકીની ફરિયાદ કરી છે. ભરતસિંહના કારણે મહેનત પર પાણી ફરતું હોવાની ફરિયાદ કરી છે. ભરતસિંહ સોલંકી ના સુધરે તો રાજકારણ છોડે તેવી રજૂઆત કરી છે. રાહુલ ગાંધીએ ગુજરાતના એક નેતાને ભરતસિંહને મળવા આદેશ કર્યો છે. મળીને સમગ્ર મામલે હકીકત આપવા રાહુલનો આદેશ છે.

તેની સાથે આ વિડીયો ક્લીપ સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે જેમાં રેશ્મા પટેલ ભરતસિંહના ઘરમાં દરવાજો ખોલી પ્રવેશે છે, અને ઘરમાં રહેલી એક યુવતી સાથે ઝપાઝપી કરવા લાગે છે. રેશ્માબન પટેલે અગાઉ પણ વકીલ મારફતે પોતાની વાત વિશે જાહેરમાં ખુલાસો કર્યો હતો. ભરતસિંહના પત્ની અને યુવતી વચ્ચે થયેલી બબાલનો વાયરલ વીડિયોની સમાચાર પુષ્ટિ કરી રહ્યું નથી તેમ છતાં આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.