ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે આઠેક મહિના બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્ઞાતિવાદનું ભૂત ધૂણવા લાગ્યુ છે. સૌરાષ્ટ્રમાં પટેલ સમાજ અને કોળી સમાજ ઉમેદવારો માટે હારજીતમાં મહત્વનું પરિબળ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોળી સમાજના નેતાઓ હવે બે હિસ્સામાં વહેંચાયા છે. પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સામે બાંયો ચડાવી છે. ત્યારે ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને પૂર્વ મંત્રી કુંવરજી બાવળીયા આમને સામને આવી ગયા છે.

દેવજી ફતેપરાએ પોતાના સંમેલનમાં બાવળીયા ને નો એન્ટ્રી સામે વળતો પ્રહાર કરવામાં આવ્યો છે. દેવજીભાઇ મા તાકાત હોઈ તો રાજકોટમાં 15000 લોકો એકઠા કરી સમાજનું મહાસંમેલન બોલાવે. ફતેપરા એટલા જ સમાજ પ્રિય હોત તો ચૂંટણી ન જીતી ગયા હોત તેમ કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોળી સમાજના બે અગ્રણીઓ નું નિવેદન યુદ્ધ જોવા મળી રહ્યું છે.

આગામી દિવસોમાં રાજકોટમાં કોળી સમાજનું મોટું સંમેલન મળવા જઇ રહ્યું છે અને આ સંમેલનમાં કુંવરજી બાવળિયા અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા નહિ હોય તેવો દાવો દેવજી ફતેપરાએ કર્યો હતો. દેવજી ફતેપરાએ ગઇકાલે મીડિયાને જણાવ્યું હતું કે, અમને પણ અમારા સમાજના લોકો સવાલો પૂછતા હોય છે કે આપણા સમાજનું મોટામાં મોટું મતદાન છે. સૌરાષ્ટ્રમાં વિધાનસભાની 54 સીટ છે. આ તમામ સીટ પર કોળી-ઠાકોર સમાજના નિર્ણાયક મતદારો છે. આ મતદારો ઝુકાવી પણ શકે છે ને હરાવી પણ શકે.

કુંવરજી બાવળિયા સાથેના આંતરિક જુથવાદ અંગે દેવજી ફતેપરાએ કહ્યું હતું કે કુંવરજી બાવળિયા સાથે કોઇ જ પ્રકારનું સમાધાન થયું નથી.આગામી દિવસોમાં રાજકોટમાં કોળી સમાજનું મોટું સંમેલન મળવા જઇ રહ્યું છે અને આ સંમેલનમાં કુંવરજી બાવળિયા અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા નહિ હોય તેવો દાવો તેમણે કર્યો હતો.