પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને કોલકાતા હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે રાજ્ય સરકારની ‘દુઆરે રાશન’ યોજનાને ગેરકાયદેસર જાહેર કરી છે. કોર્ટે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકારની આ યોજના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાની વિરુદ્ધ છે.

વાસ્તવમાં, ‘દુઆરે રાશન’ યોજના પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત લાભાર્થીઓના ઘરઆંગણે રાશન સામગ્રી ઉપલબ્ધ કરાવવાની હતી.

આ યોજના શરૂ કરતી વખતે મમતા સરકારે જણાવ્યું હતું કે, સરકાર આ યોજના પર 160 કરોડ રૂપિયા ખર્ચ કરશે. તે લોકોને રાશન પૂરું પાડવાની જોગવાઈ માટે વાહનોની ખરીદી માટે લગભગ 21,000 રાશન ડીલરોને એક-એક લાખ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડશે. સરકારનું લક્ષ્ય આ યોજના દ્વારા 10 કરોડ લોકોને લાભ આપવાનું હતું. સરકારે જણાવ્યું કે, તેનાથી 42 હજાર નોકરીઓનું સર્જન કરાશે.