વિધાનસભાની ચુંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પણ સક્રિય બનેલી છે. એવામાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

દિલ્લી શિક્ષણ મોડલ અંગે ગુજરાત આપ દ્વારા પ્રેસ કોન્ફ્રન્સ જાહેરાત કરવામાં આવી છે. આપના પ્રમુખ ગોપાલ ઇટાલીયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. અમારા સામે થયેલા વિરોધને ખેલદિલી પૂર્વક લીધો છે. અમે ચર્ચા માટે પડકાર ફેંક્યો છે. આ સિવાય જીતુ વાઘાણીએ ચેલેન્જ ના સ્વીકારી. ખાડે ગયેલા શિક્ષણની પોલ ના ખુલે તે માટે શિક્ષણમંત્રી ચર્ચાથી ભાગી રહ્યા છે.

અમે ભાજપના શિક્ષણમંત્રી અને ભાજપના ધારાસભ્યોને સરકારી સ્કૂલ બતાવવા આમંત્રણ આપ્યું છે. જે સ્કૂલ જોવા ઇચ્છતા હોય તે સ્કૂલમાં લઇ જઇશું. સચિવાલયમાં રૂબરૂમાં અમે આ આમંત્રણ પત્રિકા આપવા જઈશું. તેની સાથે શિક્ષણમંત્રીને આમંત્રણ આપીશું. બાપુનગર-નિકોલ વિસ્તારમાં રોડ શો કરશે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કરશે. 2 એપ્રિલના રોજ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરશે. પોલીસ મંજૂરી મળ્યા બાદ બંને મુખ્યમંત્રીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.