Minister of State

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની વાળી સરકારમાં મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરેજાની રાજ્યકક્ષાના મંત્રી તરીકે પસંદગી થતા મોરબીના વિકાસના દ્વાર ખુલી ગયા છે. આજે કાર્યભાર સાંભળતા તેમને કહ્યું હતું કે, મને સોંપેલ જવાબદારી દ્વારા હું ગુજરાતની જનતાની સેવા માટે હર હંમેશ માટે આતુર રહીશ.

તેની સાથે તેમને વધુમાં જણાવ્યું છે કે, રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ દ્વારા રાજ્યકક્ષા મંત્રી તરીકે તેમની પસંદગી કરવા બદલ પ્રધામંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે ગુજરાતના નવનિયુક્ત અને ઉર્જાવાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને કેન્દ્રીયમંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.