રાજ્ય સરકારે ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ ખેડૂતોને નિયમિત વીજળી ન મળતા આજે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તેની સાથે કોંગ્રેસે પણ વિધાનસભા પરિસરમાં આ મામલામાં વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. તેને લઈને ગુજરાત ભાજપના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે.

ખેડૂતો વીજળી બાબતે રાજ્ય પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. વીજળી મુદ્દે નાની મોટી સમસ્યા છે. કોંગ્રેસ સરકારે 1960 થી 1995 સુધીમાં ફક્ત 5,55,551 જેટલા કનેક્શન આપ્યા હતા. ભાજપ સરકારે 1995 થી 2022 સુધીમાં 14,63,739 કનેક્શન આપ્યા છે. આ સમસ્યા પૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ રહેલી છે.

તેની સાથે વધુમાં જણાવ્યું કે, 30 સપ્ટેમ્બર સુધી બાકી રહેલા તમામ પડતર પેન્ડિગ કનેશન ખેડૂતોને આપી દેવામાં આશ્વસ છે. રાજ્યમાં ડિમાન્ડ એન્ડ સપ્લાયને આધારે વીજળી આપવામાં આવી રહી છે. કોંગ્રેસ ખેડૂતોને ઉશ્કેરી રહી છે.

આ સિવાય જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યુ કે, આજે ખેડૂતો આનંદમાં છે કે, તેમને પંદર દિવસે કૃષિના જોડાણો મળે છે. હું નાનો હતો ત્યારે કોંગ્રેસના સાશનમાં આ જોડાણ મળતું નહોતું. એ લોકો ખેડૂતોની ચિંતા કરતા નથી. 30 સપ્ટેમ્બર સુધીમાં બાકી રહેલા જોડાણ ખેડૂતોને આપવામાં આવશે. રાજ્યની સરકાર ખેડૂતોના જે પ્રશ્નો છે એને હલ કરવા માટે સરકાર કટિબદ્ધ રહેલા છે.