ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કલ્પસર યોજના અને નર્મદા યોજના અંગે સત્તાપક્ષ અને વિપક્ષ આક્રમક અંદાજમાં આમને-સામને આવતાં ગૃહનું વાતાવરણ ઉગ્ર બન્યું હતું. જે ગૃહમાં કલ્પસર યોજનાની ચર્ચા બાબતે હોબાળો મચી ગયો છે. સી.જે ચાવડાએ સરદાર સરોવરનું બાંધકામ સરદાર અને નહેરુએ કર્યું હતું. કોંગ્રેસે 85 મીટર પાયાંમાં બાંધકામ કર્યું, જે 85 મીટર ઉપર બાંધકામ કર્યું હોવાનું સી.જે ચાવડાએ જણાવ્યું છે.

નહેરુના નામનો નીતિન પટેલે ગૃહમાં વાંધો ઉઠાવ્યો છે. સરદાર સરોવરની કલ્પના સરદાર પટેલની હતી નહેરુની નહિ. નીતિન પટેલે નહેરુનું નામ લેતા કોંગ્રેસે ધારાસભ્ય હોબાળો કર્યો છે. ગૃહમાં આજે પ્રશ્નમાં મંત્રી ઋષિકેશ પટેલે જવાબમાં કલ્પસર ની શરુઆત મુદ્દે જવાબ આપવામાં આવ્યો હતો કે કલ્પસર યોજના 22 જાન્યુઆરી 2003 થી અમલમાં છે અને આ યોજનાનો ડી.પી.આર બનવાના તબક્કે છે.

કોંગ્રેસ ધારાસભ્યએ સૂત્રોચ્ચાર કર્યા છે. સી.જે ચાવડાએ કહ્યું. ગુજરાતની તમામ નદીઓ પર બાધ કોંગ્રેસે બાંધ્યો છે. નીતિન પટેલ ફરી ઉભા થતા કોંગ્રેસ ધારાસભ્ય હોબાળો કર્યો હતો. આ દરમિયાન જ્ઞાસુડફીન શેખ, નૌશાદ સોલંકી, ઇમરાન ખેડવાળા વેલમાં ઘૂસી આવ્યા હતા. ગૃહમાં હોબલને લઈને અધ્યક્ષે 15 મિનિટ ગૃહ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. જે કલ્પસર અને નર્મદા યોજના (Narmada-Kalpsar project)અંગે પક્ષ વિપક્ષ આમને સામને આવી ગયા હતા.