વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પણ સક્રિય બનેલી છે. આમ આદમી પાર્ટીની સક્રિયતાને જોતા ભાજપ પણ એક્શન મોડ પર આવી ગઈ છે. ભાજપ દ્વારા સતત રેલીઓ કરવામાં આવી રહી છે. એવામાં ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વનાથી શ્રીનિવાસના વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

જ્યારે ભાજપનાં મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વનાથી શ્રીનિવાસના વારંવાર ગુજરાત પ્રવાસથી અનેક તર્ક વિતર્ક લગાવવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ વનાથી શ્રીનિવાસ બીજી વખત ગુજરાતમાં આવ્યા છે. રાષ્ટ્રીય મહિલા મોરચા દ્વારા ડિઝાઇન કરેલા કાર્યક્રમોમાં ગુજરાત મહિલા મોરચાની કામગીરી સરાહનીય ન હોવાનું સામે આવ્યું છે.

ગઈ કાલે યોજાયેલી બેઠકમાં મહિલા મોરચાને ગ્રાઉન્ડ રહેવા માટેનું સૂચન કર્યું છે. કેન્દ્ર સરકારની યોજનાઓને રાજ્યની મહિલાઓ સુધી પહોંચાડવા નિસફળતા હોવાનું બેઠકમાં ચર્ચાયું છે. નુપુર શર્મા મામલે પણ દેશ ભરમાં મહિલા મોરચા કામે લાગ્યા ત્યારે ગુજરાત ભાજપ મહિલા મોરચાને એક્ટિવ થવાનું સૂચન કરાયું છે. ભાજપના મહિલા મોરચાના આંતરિક વિખવાદને કારણે મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ને અવાર નવાર ગુજરાત આવવું પડે.