રાજ્યમાં પાણી તંગી જોવા મળી રહી છે. એવામાં ઉનાળા પાક ખેડૂતો દ્વારા લેવામાં આવ્યા છે. જ્યારે કેનાલોમાં પાણી નથી. તેના લીધે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે. એવામાં નર્મદા કેનાલમાં પાણી છોડવાને લઈને માંગ ઉભી થઈ છે. આ બાબતમાં વડોદરાના ડભોઈના ધારાસભ્ય સૈલેષ મહેતાનું મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.

વડોદરાના ડભોઈના ધારાસભ્ય સૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને લખેલ પત્રમાં નર્મદા કેનાલમા પાણી છોડી ખેડૂતોને પાણી આપવા માંગ કરી છે. ખેતીના ભોગે ઉધોગોને પાણી અપાય તે વ્યાજબી નથી. નર્મદા યોજનામાં અસરગ્રસ્ત ખેડૂતો ડભોઈ તાલુકામાં વસે છે આ ખેડૂતો ને પાણી મળતું નથી.

નર્મદાનુ પાણી બંધ થતાં ખેડૂતોનો ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભીતી રહેલી છે. પાણી નહી અપાય તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ભીતી વ્યક્ત કરી છે. આંદોલન થાય તો સરકાર ને નુકસાન થશે તેવો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. નર્મદા કેનાલમાં પાણી બંધ થતાં ખેડૂતોને પશુ પાલન મુશ્કેલ બન્યુ છે. કેનાલોમા પાણી આપવા નર્મદા નિગમ ને આદેશ કરવા માગ કરી છે.