રાજકોટમાં સૌરાષ્ટ્ર કચ્છની નગરપાલિકાની બેઠક મળી હતી. ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. બેઠકમાં 30 જેટલી નગરપાલિકાની સમીક્ષા કરવામાં આવી હતી. સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આ બેઠક મળી હતી. આ બેઠકમાં ગ્રામપંચાયતની ચૂંટણી પહેલા અટકેલા કામ તાત્કાલિક પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

રાજકોટ-ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડની સમીક્ષા બેઠક મળી હતી. GMFBના રાજકોટ ઝોનની સમીક્ષા બેઠક ડો.ધનસુખ ભાંડેરીના અધ્યક્ષસ્થાને
ગોંડલ રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ ઝોનની 30 નગરપાલિકાઓના અધિકારીઓ અને પદાધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટની સમીક્ષા કરવામાં આવી. સરકાર દ્વારા વિવિધ આપવામાં આવેલ ગ્રાન્ટનો ઉપયોગ ન કરનાર નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને વહેલી તકે વિકાસ માટે ગ્રાન્ટનો ઉપયોગ કરવા ટકોર કરવામાં આવી છે.