કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક પહેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ પ્રતિભા સિંહના સમર્થકોએ શિમલામાં હંગામો મચાવ્યો હતો. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની સામે સમર્થકોએ હોટલ સિસલની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે વાતાવરણ ગરમાયું હતું. વરિષ્ઠ નેતાઓએ સમર્થકોને સમજાવીને વાતાવરણ શાંત પાડ્યું હતું. હિમાચલ પ્રદેશમાં નવી સરકાર બનાવવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાજભવન પહોંચ્યા છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો.

આ પહેલા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હુડ્ડા, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને હિમાચલ કોંગ્રેસના પ્રભારી રાજીવ શુક્લા શિમલા પહોંચ્યા હતા. સાંજે 5 વાગે પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલય રાજીવ ભવન શિમલામાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરશે. ત્રણેય દિગ્ગજ નેતાઓ રાજધાની શિમલાની હોટેલ રેડિસનમાં રોકાયા છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે ત્રણેયનું શિમલામાં આગમન પર સ્વાગત કર્યું હતું.