રાજકોટમાં મહાનગરપાલિકા બાદ હાલમાં જિલ્લા પંચાયત. તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની પરિણામ આજે જાહેર થઈ રહ્યું છે. ત્યારે હવે આવતા સપ્તાહ એ રાજકોટમાં મહાનગર પાલિકામાં મેયર ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાશે.

રાજકોટ મહાનગર પાલિકામાં મેયર ડેપ્યુટી મેયરની આવતા સપ્તાહએ ચૂંટણી યોજાશે. જેને લઈને કોર્પોરેટર ના નામની યાદી સરકારી ગેજેટ માં જાહેર થઈ ગઈ છે. સંભવતઃ 8 થી 10 માર્ચ ના મનપા ના સુકાની ઓની વરણી કરવામાં આવશે. મેયર ડેપ્યુટી મેયર ની નિયુક્તિની બેઠકમાં કમિટી ની રચના અને તેના ભથ્થા સહિત પ્રથમ બોર્ડમાં નક્કી થશે.