કેન્દ્રીય મંત્રી મનસુખ મંડવીયા એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. સરપ્રાઈઝ મુલાકાત માટે મનસુખ મંડવીયા આવી પહોંચ્યા હતા. જ્યારે સિવિલમાં કેવી કામગીરી ચાલી રહી છે તે અંગે તપાસ કરી હતી. તેના સાથે હવે સિવિલના દર્દીઓની ખબર અંતર પણ પૂછતા જોવા મળ્યા હતા.

જ્યારે દર્દીઓને કોઈ પણ હાલાકી નથી પડી તે અંગે વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા. ઓમીક્રોન વેરીએન્ટને લઈને કેવા પ્રકારની છે તૈયારીઓ તે અંગે પણ તાગ મેળવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને તમામ સર્જન સાથે ચર્ચા પણ કરી હતી.

યુ.એન મહેતા, કિડની હોસ્પિટલ અને સિવિલની પણ મુલાકાત લીધી હતી. યુ.એન.મહેતા હોસ્પિટલની મુલાકાતે આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી નારાજ જોવા મળ્યા હતા. યુ.એન.મહેતા હોસ્પિટલના અણછાજતા વહીવટની દર્દીઓએ ફરિયાદો કરી હતી. ઓપરેશન માટે અનેક દિવસો બાદની તારીખો અપાતા દર્દીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. PmJay કાર્ડ હોવા છતાં સારવાર ન અપાતી હોવાથી માંડવીયા નારાજ છે. સરકારી કાર્ડધારકોને તારીખો અપાતી હોવાની અને ઓળખાણ ધરાવતા વ્યક્તિઓને જ વહેલી સારવાર અપાય છે. યુ.એન. મહેતાના રેઢિયાળ વહીવટથી પરેશાન થયેલા દર્દીઓએ પોતાની વ્યથા ઠાલવી છે. મનસુખ માંડવીયાએ યુએન મહેતા હોસ્પિટલના સત્તાધીશોની કામગીરીથી નારાજગી વ્યક્ત કરી છે.

કેન્દ્રીય મંત્રી માંડવીયા સિવિલ કિડની હોસ્પિટલ પહોંચ્યા હતા. કિડની હોસ્પિટલના ડાયરેકટર ડો વિનીત મિશ્રા સાથે ચર્ચા કરી હતી. Pmjay યોજના અંતર્ગત કામગીરી અંગે પણ ચર્ચા કરી હતી. કિડની હોસ્પિટલ ના ડાયરેક્ટર સહિતના અધિકારીઓને સાથે તપાસ કરી હતી. કિડની હોસ્પિટલ ખાતે પહોંચેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી માં કાર્ડ ઓફીસ પહોંચ્યા હતા. માં કાર્ડ અને PmJay યોજના નો લાભ કેવી રીતે આપવામાં આવે છે તેને લઈ જાતે તપાસ કરી હતી. હોસ્પિટલ સત્તાધીશોનો ઉધળો લીધો હતો.