રાજકોટમાં થોડા દિવસોથી વરસાદી માહોલ રહ્યો હતો. જ્યારે વરસાદ બાદ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં પણ વરસાદના કારણે અનેક રોડ તૂટ્યા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે રાજકોટ વરસાદ બાદ ખાડાનું સામ્રાજ્ય બન્યું છે.

આ મુદ્દે રાજકોટ મનપાની સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રાજકોટના ખરાબ રોડ – રસ્તા મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. રાજકોટ ખાડાનગરી બની હોવાથી અનેક વાહન ચાલકોના અકસ્માત સર્જાય છે. રાજકોટ મનપાના વિપક્ષનેતા ભાનુબેન સોરાણી, પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઇએ વિરોધ નોંધાવ્યો છે. પાટા-પિંડી સાથે સામાન્ય સભામાં પહોંચી વિરોધ નોંધાવ્યો છે.

નોંધનીય છે કે, રાજકોટના મવડી ચોકડીથી બાપા સીતારામ ચોક સુધી રસ્તા પર ખાડા જોવા મળી રહ્યા છે. રાજકોટમાં ૧ કિલોમીટર સુધીના રસ્તા પર ખાડા જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા હજુ સુદી કોઈ કામગીરી કરવામાં આવી નથી. શહેરના રાજમાર્ગો પર ખાડા પડવાથી વાહનચાલકો હેરાન થયા છે. જ્યારે વરસાદ બાદ રાજકોટ ખાડાનગરી બન્યું છે.