ગુજરાત સરકારના નવા મંત્રીઓ આજે ચાર્જ સંભાળવા મંડ્યા છે. ગુરુવારે ગુજરાતના નવા મંત્રીમંડળની જાહેરાત અને શપથવિધિનો સમારોહ પૂર્ણ થતા જ ખાતાની ફાળવણીની પણ કરવામાં આવી હતી. ખાતાની ફાળવણી દરમિયાન વિવિધ મંત્રીઓને અલગ-અલગ મહત્વના ખાતા સંભાળવામાં આવ્યા હતા.

જ્યારે હવે કેબીનેટ મંત્રીઓ ધીરે-ધીરે પોતાના પદ સંભાળી રહ્યા છે. તેમાં એક જગદીશ પંચાલને લઈને સમાચાર સામે આવ્યા છે. આજે જગદીશ પંચાલ દ્વારા પદભાર સંભાળી લેવામાં આવ્યો છે. તેમને કુટીર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલનો સ્વતંત્ર હવાલો રહેલ છે. જ્યારે ઉદ્યોગ, વન પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ, પ્રિન્ટીંગ અને સ્ટેશનરીના મંત્રી રહેલા છે. આજે પ્રથમ દિવસે અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરશે.

તેની સાથે તેમણે જણાવ્યું હતું કે, કોઇપણ પ્રકારની પૂજાવિધિ વગર ચાર્જ લીધો હતો. પ્રજાસેવા એ જ પૂજાના મંત્ર સાથે ચાર્જ લીધો હતો. અધિકારીઓ સાથે આજે પરિચય બેઠક કરશે. તેમને સાથે તેમને જણાવ્યું છે કે, આજથી પદભાર સંભાળ્યો છે અને મહત્વની બેઠક યોજાશે.