ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદની જવાબદારી હાર્દિક પટેલને સોંપવામાં આવે તેવી શક્યતા છેવાઈ રહી છે. કેમકે તાજેતરના સમાચાર આ વિશે માહિતગાર કરી રહ્યા છે. ગુજરાતમાં પાટીદાર આંદોલનથી જાણીતા બનેલા હાર્દિક પટેલ દ્વારા ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ગુજરાત કોંગ્રેસના બે નેતા વચ્ચે યોજાયેલી ખાનગી બેઠકમાં સમજૂતી બને તેવી શક્યતા રહેલી છે.

કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા હાર્દિક પટેલની પસંદગીના સંકેત બે મહિના અગાઉ જ આપી દેવામાં આવ્યા હતા. આ અંતર્ગત રાહુલ ગાંધી દ્વારા હાર્દિક સાથે દિલ્લીમાં બે-ત્રણ વખત મુલાકાત પણ કરવામાં આવી હતી. તેમ છતાં ગાંધીનગરમાં પ્રભાર શર્મા સાથેની વન ટુ વન મુલાકાતમાં ઓબીસી ધારાસભ્યોએ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીને પ્રમુખ બનાવવામાં આવે તેવી વાત જણાવી છે. જ્યારે કોંગ્રેસના એક જૂથ દ્વારા પૂર્વ વિપક્ષી નેતા નરેશ રાવલને પ્રમુખપદની સોંપવા રજૂઆત કરવામાં આવી છે.

આ રીતે કોંગ્રેસમાં જુદા-જુદા જૂથો દ્વારા પ્રમુખપદ માટે લોબિંગ પણ શરુ કરવામાં આવ્યું છે. આ રીતે ગુજરાતમાં યોજનારી ૨૦૨૨ ની વિધાનસભાની ચુંટણીમાં જૂના ચેહરાના બદલે યુવા અને આક્રમક ચહેરાઓને ઉતારીને ગુજરાત કોંગ્રેસની કાયાપલટ કરવા માટે અશોક ગેહલોત દ્વારા હાઈકમાન્ડને મનાવી લેવામાં આવ્યા છે.