ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વર્ષમાં અમુક રાજકીય નેતાઓના પ્રવાસો વધી ગયા છે અને ચૂંટણીનો ગરમાવો ઉભો થવા લાગ્યો હોવાનું ચિત્ર સર્જાઇ ગયું છે, જે વિધાનસભાની ચૂંટણી નો રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકોટની ચાર બેઠકો માટે ભાજપ ના દાવેદારો પ્રોફાઈલ કરવા લાગ્યા છે. વિધાનસભા ની ચાર બેઠકો ના આંતરિક સર્વે પછી નવોદિત ભાજપ ના દાવેદારો ઉત્સુક થયા છે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત દિવાળી પૂર્વે જ થઇ જશે અને 15 ઓક્ટોબર આસપાસ ચૂંટણી આચારસંહિતા લાગુ થઇ જશે.

રાજકોટ ની ચાર બેઠકો માં ત્રણ માં નો રિપીટ થિયરી અને એક બેઠક માં રિપીટ ના સંકેત જણાઈ રહ્યા છે. રાજકોટ માં પૂર્વ CM વિજય રૂપાણી ગોવિંદ પટેલ અને રાજકોટ ગ્રામ્ય માં લાખાભાઇ સાગઠીયા એમ ત્રણ બેઠકો નો રિપીટ માંજણાઈ રહ્યું છે.

રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી જે બેઠક છે તે રિપીટ ના સંકેત જણાઈ રહ્યા છે, જો કે ત્યાં ભાજપ આંતરિક બેલેન્સ સાચવવું પડે તેવા સંજોગો છે. પૂર્વ CM વિજય રૂપાણી ની રાજકોટ પશ્ચિમ બેઠક પર ઉમેદવાર કોણ તેની અટકળો તેજ બની રહી છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર કશ્યપ શુક્લ કમલેશ મીરાણી નીતિન ભારદ્વાજ ડો દર્ષિતા શાહ કલ્પક મણિયાર ના નામો ચર્ચા માં છે. રાજકોટ માં ગોવિંદ પટેલ ની બેઠક પર ગોવિંદભાઈ કહે તે ઉમેદવાર હોઈ શકે છે?