મસાલેદાર મેથીના ભજીયા બનાવવા માટે અનુસરો આ રેસીપી

શિયાળાની ઋતુમાં ઘણી બધી લીલી મેથી મળે છે. તેનાથી સ્વાસ્થ્યને ઘણી સમસ્યાઓથી બચાવી શકાય છે. તમે તેને ખાવામાં ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. આજે અમે તમને મેથીના ભજીયા બનાવવાની રેસિપી જણાવીશું.
બનાવવા જરૂરી સામગ્રી:
1 કપ સમારેલી મેથી,
એક કપ ચણાનો લોટ,
1 ચમચી હળદર પાવડર,
1 ચમચી ધાણા પાવડર,
એક ચપટી ખાવાનો સોડા,
સ્વાદ મુજબ મીઠું,
તળવા માટે તેલ
બનાવવાની રીત:
– સૌ પ્રથમ મેથીને ધોઈને બારીક સમારી લો.
– હવે એક બાઉલમાં ચણાનો લોટ લો.
– તેમાં મસાલો અને મીઠું ઉમેરો, પછી સમારેલી મેથી ઉમેરો.
– પછી પાણીની મદદથી બેટર બનાવો.
– હવે એક કડાઈમાં તેલ ગરમ કરો, તેમાં પકોડા તળી લો.
– તૈયાર છે મેથી ભજીયા.