કેરીને એમ ને એમ જ ફળોનો રાજા કહેવામાં આવતો નથી. તે એક એવું ફળ છે જે મોટાભાગના લોકોનું પસંદ છે. તો પછી તેનાથી ઘરે બનાવો જુદા જુદા પ્રકારના ઉનાળાના પીણા.

‘મેન્ગો મિન્ટ લસ્સી’ બનાવવા જરૂરી સામગ્રી:

  • કેરી – 2 મીડિયમ,
  • પુદીના ના પાંદડા – 10-12,
  • મધ – 1 ચમચી
  • દહીં – 1/2 કપ,
  • આઇસ ક્યુબ – 2 કપ,
  • નારંગીનો રસ – 1/4 કપ

‘મેન્ગો મિન્ટ લસ્સી’ બનાવવાની રીત:

કેરી અને ફુદીનાના પાનને સારા ઠંડા પાણીથી ધોઈ લો અને કેરીને કાપી લો. કેરીના ટુકડા દહીંમાં નાંખો, થોડા ફુદીનાના પાન, નારંગીનો રસ, મધ અને આઇસ આઇસ ક્યુબને બરાબર મિક્ષ કરી લો. હવે તેને બરણીમાંથી કાઢીને સર્વિંગ ગ્લાસમાં નાખો અને ઉપર થી કેટલાક આઇસ ક્યુબ્સ અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીને સર્વ કરો.