જો તમે કંઇક મસાલેદાર ખાવા માંગતા હોવ તો તમે ઘરે પાપડી ચાટ બનાવી શકો છો. તે બનાવવામાં ખૂબ જ સરળ છે અને તે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે. ચાલો જાણીએ તેની સરળ રેસીપી.

સામગ્રી:

1 વાટકી બાફેલા સફેદ વટાણા,
3-4 ડુંગળી (ઝીણી સમારેલી),
થોડા આદુના ટુકડા,
15-20 નંગ પાપડી,
1 ચમચી ચાટ મસાલો,
1 ચમચી શેકેલું જીરું,
ઝીણી સમારેલી કોથમીર,
2 ચમચી બારીક સેવ,
2 ચમચી લીલી ચટણી,
2 ચમચી સૂકા આદુની ચટણી,
સ્વાદ મુજબ મીઠું

પ્રક્રિયા:

– સૌથી પહેલા બાફેલા વટાણામાં ચાટ મસાલો, જીરું અને મીઠું મિક્સ કરો.
– પછી તેમાં ડુંગળી અને થોડી લીલી ચટણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
– પાપડીને ટ્રેમાં સજાવો, હવે તેના પર તૈયાર વટાણા નાખો.
– પછી કોથમીર અને આદુના ટુકડાથી ગાર્નિશ કરો.
– તેના પર લાલ અને લીલી ચટણી નાખો, પછી સેવ ઉમેરી સર્વ કરો.