બ્રેડમાંથી બનેલી મોટાભાગની વાનગીઓ માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતી, પરંતુ તેને બનાવવી બહુ મુશ્કેલ પણ નથી હોતી. તો આજે આપણે જાણીશું બ્રેડ ભજીયા બનાવવાની રેસિપી.

બ્રેડ ભજીયા બનાવવા જરૂરી સામગ્રી:

  • બ્રેડ – 5 પેકેટ,
  • તાજુ દહીં – 1/2 કપ,
  • ચણાનો લોટ – 3/4 કપ,
  • લીલા મરચાની પેસ્ટ – 1 ચમચી,
  • લીલા ધાણા – 2 ચમચી (બારીક સમારેલી),
  • લાલ મરચું પાવડર – 1 ચમચી,
  • હિંગ – 1/4
  • ડુંગળી – 1/4 કપ (ઝીણી સમારેલી),
  • મીઠું – સ્વાદ મુજબ,
  • તેલ – તળવા માટે

‘બ્રેડ ભજીયા’ બનાવવાની રીત:

– બ્રેડની સ્લાઈસની કિનારીઓ કાઢી લો.
– પછી એક મિક્સિંગ બાઉલમાં બ્રેડ અને બધી સામગ્રી નાંખો, તેમાં 1/4 કપ પાણી ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરીને ઘટ્ટ બેટર બનાવો.
– ત્યારબાદ એક નોન-સ્ટીક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ચમચીની મદદથી બ્રેડ બેટરને એક તપેલીમાં મૂકી મધ્યમ તાપ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. પછી મનપસંદ ચટણી સાથે સર્વ કરો.