વીકેન્ડ ના અંતે બનાવો ઝડપી બનતો સ્વાદિષ્ટ નાસ્તો ‘સોજી ટોસ્ટ’

રવિવાર એ દરેક માટે આરામનો દિવસ છે. તેથી જો તમે વહેલી સવારે રસોડામાં નાસ્તો બનાવવામાં સમય બગાડવા માંગતા નથી, તો આ ઝડપી વાનગી બનાવવાનો વિચાર શ્રેષ્ઠ છે.
‘સોજી ટોસ્ટ’ બનાવવા જરૂરી સામગ્રી:
- સોજી – 1 કપ,
- દહીં – 1/2 કપ,
- ડુંગળી – 1/2 (ઝીણી સમારેલી),
- લીલા મરચા – 2 (બારીક સમારેલા),
- ટામેટા – 1 (બારીક સમારેલા),
- કેપ્સિકમ – 1 (ઝીણી સમારેલી),
- કોથમીર – 1/ 2 કપ (બારીક સમારેલી),
- બ્રેડ સ્લાઈસ – 6-8,
- લસણની કળીઓ – 5-6,
- ગાજર – 1 (છીણેલું),
- માખણ – 1/2 કપ,
- પાણી – 1/2 કપ,
- મીઠું – સ્વાદ અનુસાર
‘સોજી ટોસ્ટ’ બનાવવાની રીત:
– એક બાઉલમાં સોજી, દહીં અને પાણી ઉમેરીને સ્મૂધ પેસ્ટ બનાવો.
– ત્યાર બાદ તેમાં બધા શાકભાજી સિવાય મરચું, લસણ અને મીઠું નાખો.
– સેટ થવા માટે તેને 10 મિનિટ ઢાંકીને રાખો.
– બ્રેડના ટુકડાને મનપસંદ આકારમાં કાપો.
– એક કડાઈમાં માખણ અથવા ઘી ઓગાળીને બ્રેડની સ્લાઈસને પહેલા સોજીની બાજુથી બેક કરો. પછી બીજી બાજુથી તૈયાર છે રવિવારના સ્પેશિયલ નાસ્તામાં સોજી ટોસ્ટ, જેને લીલી ચટણી અથવા ટામેટાની ચટણી સાથે સર્વ કરી શકાય.