બ્રોકલી ખાવાની સલાહ દરેક જણ આપે છે, પરંતુ તેને કેવી રીતે રાંધવી તે જાણવું જરૂરી છે જેથી તેનું પોષણ જળવાઈ રહે. તો આજે આપણે આવી જ એક રેસિપી વિશે જાણીશું.

બ્રોકલી બનાવવા જરૂરી સામગ્રી:

 • 2 કપ બ્રોકલી,
 • 2 ચમચી તેલ,
 • 1/2 ચમચી જીરું,
 • 2 ચમચી બારીક સમારેલું લસણ,
 • 1 ચમચી લીલું મરચું બારીક સમારેલ
 • 1/4 કપ બેસન,
 • 1/4 ચમચી હળદર પાવડર,
 • 1/2 ચમચી લાલ મરચું પાવડર,
 • 1/2 ચમચી જીરું પાવડર,
 • 1/2 ચમચી ધાણા પાવડર,
 • 1/2 ચમચી આમચૂર પાવડર,
 • 1/2 ચમચી ગરમ મસાલો,
 • 1 ચમચી લીંબુનો રસ

બ્રોકલી બનાવવાની રીત:

– એક બાઉલમાં ચણાનો લોટ, હળદર, લાલ મરચું, જીરું, ધાણા પાવડર, આમચૂર, ગરમ મસાલો, મીઠું મિક્સ કરો.
– એક નોન સ્ટિક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરો. હવે તેમાં જીરું, બારીક સમારેલું લસણ, લીલું મરચું ઉમેરીને ત્રીસ સેકન્ડ માટે સાંતળો.
– હવે બ્રોકલી ઉમેરીને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ પકાવો.
-આ પછી તેમાં મીઠું અને ચણાના લોટનું મિશ્રણ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
– ફરીથી ઢાંકીને 3-4 મિનિટ પકાવો.
– ઢાંકણને હટાવી, હાથ વડે થોડું પાણી છાંટીને ફરીથી 5-6 મિનિટ પકાવો, જેનાથી ચણાના લોટનો કાચોપણું દૂર થઈ જશે.
– ઉપર લીંબુનો રસ નાખી ગરમાગરમ સર્વ કરો.