તમે લંચ કે ડિનરમાં ચણા દાળ બિરયાનીનો સ્વાદ માણી શકો છો. આ એક હૈદરાબાદી વાનગી છે, જે સ્વાદ અને આરોગ્યથી ભરપૂર છે.

બનાવવા જરૂરી સામગ્રી:

1 કપ બાસમતી ચોખા,
અડધો કપ ચણાની દાળ,
2 ચમચી ઘી,
1 ચમચી ગરમ મસાલો,
1 ચપટી હળદર પાવડર,
1-2 બારીક સમારેલા લીલા મરચા,
1 ચમચી જીરું,
2-3 એલચી,
સ્વાદ માટે મીઠું

બનાવવાની રીત:

– સૌથી પહેલા દાળ અને ચોખાને ધોઈને અલગ-અલગ વાસણોમાં થોડી વાર પલાળી રાખો.
– હવે પ્રેશર કૂકર ગરમ કરો, ઘી ઉમેરો.
– ઓગળેલા ઘીમાં તમાલપત્ર, એલચી, લવિંગ અને લીલા મરચાં ઉમેરો.
– હવે તેમાં હળદર પાવડર અને ગરમ મસાલો નાખીને શેકી લો.
– પછી પલાળેલી દાળ, ચોખા અને પાણી ઉમેરો, મીઠું પણ ઉમેરો.
– પ્રેશર કુકરનું ઢાંકણ મુકો. એક સીટી વાગે પછી ગેસ બંધ કરી દો.
– બિરયાની તૈયાર છે.