વેજ પુલાવનો ટેસ્ટ બિરયાનીથી ઓછો નથી. તમે ઘરે જ ઇન્સ્ટન્ટ વેજ પુલાવ તૈયાર કરી શકો છો. તમારે તેને બનાવવા માટે વધારાની સામગ્રી ખરીદવાની પણ જરૂર નથી. તેના ઘટકો રસોડામાં જ સરળતાથી મળી શકે છે.

બનાવવા જરૂરી સામગ્રી:

2 કપ ચોખા,
2 બટાકા, 2-3 ગાજર,
1 કેપ્સીકમ,
1 કપ દહીં,
1 ચમચી ગરમ મસાલા પાવડર,
1 ચમચી લાલ મરચું પાવડર,
1 ચમચી ધાણા પાવડર,
2 ચમચી ઘી

બનાવવાની રીત:

– સૌ પ્રથમ ચોખાને ધોઈને થોડી વાર પલાળી રાખો.
– હવે ગાજર, બટાકા, ડુંગળી અને કેપ્સીકમને કટ કરો.
– એક બાઉલમાં દહીં, લાલ મરચું પાવડર, કાળા મરી પાવડર, ગરમ મસાલા પાવડર, ધાણા પાવડર લો, તેમાં મીઠું ઉમેરો.
– આ મિશ્રણમાં સમારેલા શાકભાજી મિક્સ કરો અને થોડી વાર રહેવા દો.
– હવે ચોખાને રાંધો, ત્યારબાદ મેરીનેટ કરેલા શાકભાજીને ઘીમાં તળી લો.
– જ્યારે આ શાકભાજી રાંધી જાય ત્યારે તેને ચોખામાં સારી રીતે મિક્સ કરી લો.
– તૈયાર છે તંદૂરી વેજ પુલાવ.