કેરીની સીઝન એટલે કે ઉનાળો આવી ગયો છે. અને કેરીઓ બજારમાં પણ આવી ગઈ છે. ત્યારે લોકો કેરીનો રસ અને તેનાથી બનતી દરેક વસ્તુ ખાઈ રહ્યા છે. ત્યારે આજે અમે તમારા માટે કેરીથી બનતી એક નવી રેસીપી લઈને આવ્યા છીએ. ત્યારે આજે અમે તમારા માટે કેરીથી બનતી ઈડલી લાવ્યા છીએ. આ મેંગો ઈડલી બાળકોને ખુબ જ પસંદ આવશે. તો ચાલો જાણીએ મેંગો ઈડલીની સરળ રેસીપી.

મેંગો ઈડલી બનાવવા જરૂરી સામગ્રી:

  • કેરીનું પલ્પ – ૧ કપ
  • સોજી – ૧ કપ
  • ખાંડ – ૧ કપ
  • નારિયેળ – ૨
  • કાજુ – ૨ ચમચી
  • ઈલાયચી પાવડર – ૧/૪ ચમચી
  • ઘી – આવશ્યકતા અનુસાર

મેંગો ઈડલી બનાવવાની રીત:

– મેંગો ઈડલી બનાવવા માટે એવી કેરીને લો જે પાકેલી હોય અને રસથી ભરપુર હોય. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખો કે કેરીમાં દોરી જેવા રેશા ન હોય.
– સૌથી પહેલા નારિયેળને ક્રસ કરીને રાખો. આના સિવાય કાજુને ઝીણું સમારી લો.
– હવે ગેસમાં પર એક પૈન મુકો અને તેમાં એક મોટી ચમચી ઘી નાંખો , જયારે ઘી ગરમ થઇ જાય ત્યારે તેમાં સોજી નાંખો અને સરખી રીતે ફ્રાય કરો. જયારે સોજી ફ્રાય થઇ જાય ત્યારે ગેસ બંધ કરી દો.
– એક વાસણમાં કેરીનો રસ નાંખો અને તેમાં ખાંડ અને થોડું પાણી નાખીને ફેટી લો જેનાથી ખાંડ સરખી રીતે મિક્સ થઇ જાય.
– કેરી વાળા વાસણમાં સોજી નાંખો અને સરખી રીતે મિક્સ કરો. હવે તેમાં ક્રસ કરેલું નારિયેળ, કાજુ અને ઈલાયચી પાવડર નાંખો અને લોટની જેમ ગુંથી દો. જો મિશ્રણ વધારે સુકાય ગયું હોય તો તેમાં થોડું પાણી નાંખો.
– ઈડલી કુકરમાં એટલું પાણી નાખો કે તે ઈડલીના લેયરની નીચે રહે. કુકરને વધારે આંચ પર ગરમ કરો. જ્યાં સુધી પાણી ઉકળી રહ્યું છે ત્યાં સુધી ઈડલી સ્ટેન્ડ ને ઘી લગાવીને ચીકણું કરી લો.
-છેલ્લે સોજીના મિશ્રણને સ્ટેન્ડમાં ભરો અને કુકર બંધ કરીને ૧૦ મિનીટ સુધી પકવવા દો . ત્યાર પછી ગેસ બંધ કરી દો. કુકરની બાસ્પ નીકળ્યા પછી સ્ટેન્ડને બહાર નીકાળો.
– તમારી મેંગો ઈડલી બનીને તૈયાર છે. હવે આને ગરમ ગરમ સર્વ કરો.