જો તમે હેલ્ધી ફૂડ ખાવા ઈચ્છો છો અને પેટ પણ ભરવા ઈચ્છો છો તો તેના માટે બનાવેલી આ ફટાફટ રેસિપી અજમાવો. જે ટેસ્ટી પણ હોય છે. તેની રેસિપી અહીં જાણો

છોલે-કોબીજ મસાલો બનાવવા જરૂરી સામગ્રી:

 • 1 કોબીજ,
 • 1 ચમચી લસણ બારીક સમારેલ,
 • 1 ચમચી છીણેલું આદુ,
 • ટામેટા,
 • બાફેલા ચણા,
 • ગરમ મસાલો,
 • કાકડી,
 • 1 બારીક સમારેલી ડુંગળી,
 • 1 લીંબુનો રસ,
 • મીઠું,
 • આમલીની ચટણી,
 • ધાણાજીરું,
 • 1 ચમચી તેલ

છોલે-કોબીજ મસાલો બનાવવાની રીત:

– ઓવનને 425 ડિગ્રી પર પ્રીહિટ કરો. બેકિંગ શીટમાં કોબીજ, તેલ અને ચપટી મીઠું ઉમેરો અને ટૉસ કરો. કોબીજને 12 થી 15 મિનિટ સુધી શેકી લો.
– નોનસ્ટીક કડાઈમાં તેલ, લસણ, આદુ અને ચપટી મીઠું નાખો. તેને 1 થી 2 મિનિટ માટે ફ્રાય કરો. ચણા, ગરમ મસાલો, ટામેટાં અને 1/2 કપ પાણી ઉમેરો અને મિશ્રણને ઉકળવા દો. 3 થી 6 મિનિટ પકાવો. જ્યારે મિશ્રણ ઓછું થઈ જાય, પછી તેનું સ્તર ચણા પર ચોંટી જાય, પછી ગેસ બંધ કરો. પાનને ગરમ રાખવા માટે ઢાંકણથી ઢાંકી દો.
– એક નાના બાઉલમાં આદુ, કાકડી, ડુંગળી, લીંબુનો રસ, કોથમીર ઉમેરો.
– બાઉલની વચ્ચે મસાલા છોલે સર્વ કરો.
– ઉપર શેકેલી કોબીજ અને સાલસા ઉમેરો અને બરાબર મિક્ષ કરો.
– ઉપર ફુદીનાના પાનથી ગાર્નિશ કરો.
– આમલીની ચટણી સાથે સર્વ કરો.