આપણે સવારે વહેલા ઉઠીએ છીએ ત્યારે આપણે શું નાસ્તો કરવો તે આપણે ખબર નથી પડતી અને ટાઈમ પણ ઓછો હોય છે, ત્યારે સવારના નાસ્તામાં પીનટ બટર પરાઠા એક ઘણો સારો વિકલ્પ છે. પ્રોટીન સમૃદ્ધ આ પરાઠા ખાઈને રહો દિવસભર ઉર્જાથી ભરપૂર.

‘પીનટ બટર પરાઠા’ બનાવવા જરૂરી સામગ્રી:

ભરવા માટેની સામગ્રી:

 • 1.5 કપ બારીક કાપેલ ડુંગળી,
 • 1 ચમચી બારીક કાપેલ મરચા,
 • 1 ચમચી બારીક સમારેલી કોથમીર,
 • 1 ચમચી શેકેલ સફેદ તલ,
 • 4 ચમચી માખણ,
 • એક ચપટી મીઠું

કણક બનાવવા સામગ્રી:

 • 2 કપ મેદાનો લોટ,
 • 1/2 ચમચી મીઠું,
 • એક ચપટી ખાંડ,
 • 1/2 ચમચી બેકિંગ પાવડર,
 • પાણી

ટોપિંગ માટે સામગ્રી:

 • અડઘી કાપેલ ડુંગળી,
 • 1 ચમચી ડાર્ક સોયા સોસ,
 • 6-8 ચમચી પીનટ બટર,
 • 1 ચમચી શેકેલી અને પીસેલ મગફળી,
 • 1 ચમચી સ્પ્રિંગ ડુંગળી,
 • 2 ચમચી ઘી

‘પીનટ બટર પરાઠા’ બનાવવાની રીત:

– ભરણની સામગ્રીને વાટકીમાં ભળી દો અને સારી રીતે ભળી દો. ટોપિંગની સામગ્રીને અલગ બાઉલમાં મિક્સ કરો.
– કણક બનાવવાની સામગ્રી થી કણક ગૂંથી લો. ત્યારબાદ તેને 30 મિનિટ માટે ઢાંકીને રાખી દો.
– હવે કણકના નાના નાના બોલ બનાવીને તેને રોલ કરો. અને તેમાં ભરણ ભરો અને ફરીથી કણક બનાવીને રોલ કરો.
– ગ્રીલ પેન પર પરાઠાને મુકો. હવે ટોપિંગ્સ ફેલાવો. ઘી થી પરોઠાને સારી રીતે શેકી લો.