રાજમા પુલાવ બનાવવામાં ખૂબ જ સરળ છે, તેને બનાવવામાં સમય ઓછો લાગે છે. જો તમે લંચ અથવા ડિનર માટે પુલાવ બનાવવા માંગો છો, તો આ રાજમા પુલાઓ ચોક્કસ ટ્રાય કરો. પુખ્ત વયના તેમજ બાળકોને આ રેસીપી ગમશે.

રાજમા પુલાવ બનાવવા જરૂરી સામગ્રી:

1 કપ રાજમા,
2 કપ ચોખા ધોયેલા,
આદુ લસણની પેસ્ટ,
2 એલચી,
1-2 ખાડીના પાન,
3-4 લીલા મરચાં,
2 ડુંગળી સમારેલી,
એક ચમચી હળદર પાવડર,
1 ચમચી લાલ મરચું પાવડર,
એક ચમચી ધાણા પાવડર,
સ્વાદ પ્રમાણે મીઠું,
લીંબુ સરબત ,
એક ચમચી તેલ અથવા ઘી

રાજમા પુલાવ બનાવવાની રીત:

– સૌથી પહેલા રાજમાને 5-6 કલાક પલાળી રાખો.
– પુલાવ બનાવતી વખતે રાજમાને પ્રેશર કૂકરમાં 10 મિનિટ સુધી પકાવો.
– પછી પ્રેશર કૂકરમાં તેલ ગરમ કરો, હવે તેમાં તમાલપત્ર, જીરું, એલચી નાખીને તળો. ત્યાર બાદ તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરો.
– હવે તેમાં દર્શાવેલ મસાલા ઉમેરો.
– આ પછી તેમાં બાફેલા રાજમા ઉમેરો અને થોડીવાર સાંતળો.
– ધોયેલા ચોખા, પાણી અને લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરો.
– કુકરનું ઢાંકણ બંધ કરી દો. બફાઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
– તૈયાર છે રાજમા પુલાવ.