સવારના નાસ્તામાં પીનટ બટર પરાઠા એક ઘણો સારો વિકલ્પ છે. પ્રોટીન સમૃદ્ધ આ પરાઠા ખાઈને રહો દિવસભર ઉર્જાથી ભરપૂર.

‘પીનટ બટર પરાઠા’ બનાવવા જરૂરી સામગ્રી:

ભરવા માટેની સામગ્રી:

 • 1.5 કપ બારીક કાપેલ ડુંગળી,
 • 1 ચમચી બારીક કાપેલ મરચા,
 • 1 ચમચી બારીક સમારેલી કોથમીર,
 • 1 ચમચી શેકેલ સફેદ તલ,
 • 4 ચમચી માખણ,
 • એક ચપટી મીઠું

કણક બનાવવા સામગ્રી:

 • 2 કપ મેદાનો લોટ,
 • 1/2 ચમચી મીઠું,
 • એક ચપટી ખાંડ,
 • 1/2 ચમચી બેકિંગ પાવડર,
 • પાણી

ટોપિંગ માટે સામગ્રી:

 • અડઘી કાપેલ ડુંગળી,
 • 1 ચમચી ડાર્ક સોયા સોસ,
 • 6-8 ચમચી પીનટ બટર,
 • 1 ચમચી શેકેલી અને પીસેલ મગફળી,
 • 1 ચમચી સ્પ્રિંગ ડુંગળી,
 • 2 ચમચી ઘી

‘પીનટ બટર પરાઠા’ બનાવવાની રીત:

– ભરણની સામગ્રીને વાટકીમાં ભળી દો અને સારી રીતે ભળી દો. ટોપિંગની સામગ્રીને અલગ બાઉલમાં મિક્સ કરો.
– કણક બનાવવાની સામગ્રી થી કણક ગૂંથી લો. ત્યારબાદ તેને 30 મિનિટ માટે ઢાંકીને રાખી દો.
– હવે કણકના નાના નાના બોલ બનાવીને તેને રોલ કરો. અને તેમાં ભરણ ભરો અને ફરીથી કણક બનાવીને રોલ કરો.
– ગ્રીલ પેન પર પરાઠાને મુકો. હવે ટોપિંગ્સ ફેલાવો. ઘી થી પરોઠાને સારી રીતે શેકી લો.