સામગ્રી આ પ્રકાર લો :

  • ૧૦૦ ગ્રામ સફેદ તલ

  • ૧૦૦ ગ્રામ સૂકા ટોપરાનું છીણ

  • ૪૦ ગ્રામ ખાંડ

  • ૧ ચમચી કિસમિસ

  • ૧ ચમચી કાજૂના ટુકડા (ગરમ પાણીમાં પલાળેલા)

  • ૧ થી ૫ નંગ લીલી એલચી

  • ૧ લીટર ક્રીમવાળુ દૂધ

  • ૧ ટીન મલાઇયુકત દૂધ

    બનાવવાની રીત આ પ્રકાર છે : સૂકા તલને શેકીને ક્રશ કરી એકબાજુ મૂકી દો. ત્યારબાદ એક બાઉલમાં દૂધ ઉકળવા મૂકી દો. ૧૦ મિનિટ સુધી તેને ઉકાળો. તેની સાથે તેને હલાવતા રહો. ત્યારબાદ તેમાં મલાઇયુકત દૂધ ઉમેરી વધુ ૧૦ મિનિટ ઉકાળતા રહો.

ત્યાર બાદ તેમાં એલચીના દાણા અને ખાંડ ભેળવી નાખી. પછી તેને ધીમે-ધીમે હલાવતા રહો. હવે તેમાં શેકેલા તલનો ભૂકો અને સૂકા ટોપરાનું છીણ મિકસ કરી નાખો. હવે તેને વધુ ૧૦ થી ૧૨ મિનિટ ઉકાળો. બસ હવે તૈયાર થઈ ગઈ તલની ખીર. હવે પીરસવાના બાઉલમાં કાઢીને ઉપર કાજુ અને કિસમિસથી તેને સજાવી નાખો.