આજે અમે રાજમા મસાલા સેન્ડવીચ ની રેસિપી રજૂ કરી રહ્યા છીએ. આ રાજમા મસાલા સેન્ડવીચ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને સાથે સાથે તૈયાર પણ ઝડપથી થઇ જાય છે. તો ચાલો જાણીએ તેની રેસિપિ:

રાજમા મસાલા સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી:

 • બ્રેડ -6
 • બટર – જરૂરીયાત પ્રમાણે
 • બારીક સમારેલી ડુંગળી – 1
 • બાફેલા બટાકા – 2
 • બાફેલ રાજમા – 1/2 કપ
 • બારીક કાપેલ આદુ – લસણ – 2 ચમચી
 • હળદર પાવડર – 1 ચમચી
 • લાલ મરચું પાવડર – 1 ચમચી
 • ગરમ મસાલા પાવડર – 1 ચમચી
 • ચાટ મસાલા પાવડર – 1 ચમચી
 • મીઠું – સ્વાદ મુજબ
 • તેલ – જરૂરીયાત પ્રમાણે

રાજમા મસાલા સેન્ડવીચ બનાવવાની રીત:

કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરો અને તેમાં આદુ-લસણ થોડી સેકંડ માટે ફ્રાય કરો. હવે તે પેનમાં છૂંદેલા બટાકાની, બાફેલા રાજમા, મીઠું અને બીજા બધા મસાલા નાખો. આ મિશ્રણને મધ્યમ તાપ પર સારી રીતે પકાવો અને ગેસ બંધ કરો. જ્યારે આ મિશ્રણ સંપૂર્ણપણે ઠંડુ થાય એટલે તેમાં બારીક સમારેલી ડુંગળી અને લીલા મરચા નાખો.

બ્રેડના ટુકડા ઉપર આ રાજમા વાળું મિશ્રણ ફેલાવો. ઉપર થી બીજી બ્રેડ મૂકો. ત્રણેય સેન્ડવીચ આ રીતે તૈયાર કરો. સેન્ડવીચ ની ઉપર બટર લગાવો. સેન્ડવીચ ને નોનસ્ટિક પેનમાં બંને બાજુ સુવર્ણ થાય ત્યાં સુધી શેકો અને સર્વ કરો.