1 જુલાઈ, 2022 ના અષાઢી બીજે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નીકળશે. આજે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે. જળયાત્રા જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળીને સમનાથ ભુદર ના આરે સાબરમતી નદીના કિનારે જશે. નદી કિનારે રાજકીય અગ્રણીઓ દ્વારા વેદાંત પંડિતોની ઉપસ્થિતિમાં ગંગા પૂજન કરવામાં આવશે. ત્યારબાદ તેમાંથી જળ એકત્ર કરીને વાજતેગાજતે તેને નિજમંદિર લઈ જવામાં આવ્યો. 108 કળશ જળથી ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવ્યા.

આ જળયાત્રામાં સૌથી આગળ ઢોલ-નગારા રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ પાણી ગ્રહણ કળશ હશે. જેમાં 4 થી 5 જેટલા ગજરાજ જળયાત્રામાં ભાગ લીધો. ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા પહેલા આજે જળયાત્રા નીકાળવામાં આવશે. જળયાત્રા નિજ મંદિરથી નીકળશે. સાબરમતી નદી કિનારે ગંગાપુજા કરવામાં આવશે. 108 કળશમાં જળ લાવી નિજ મંદિરમાં ભગવાન જગન્નાથનો મહાભિષેક કરવામાં આવ્યો. ભુદરના કિનારે ગંગા પૂજન કરવામાં આવ્યું. સાધુ-સંતો, ગૃહમંત્રી, મેયર સહિતના અગ્રણીઓ જળયાત્રામાં જોડાયા.

અમદાવાદ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પૂર્વ જળયાત્રાને લઈને ભક્તોમાં ખુશી જોવા મળી રહી છે. જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે. ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને શુભદ્રાજી બળદગાડામાં સવાર ભવ્ય જળયાત્રા નીકળી છે. જેમાં ભજન મંડની, અખાડા અને ધ્વજ પતાકા સાથે જળયાત્રા નીકળી છે. બેનજ વાજા અને ભજન મડનીએ ભક્તિ માહોલ સાથે જળયાત્રા કાઢવામાં આવી છે.

જો કે દર વખતે રથયાત્રામાં મોટા સંતો મહંતો જોડાતા હોય છે. આ રથયાત્રા વર્ષ દરમિયાન આપડા રાજ્યના લોકો રથયાત્રાના દર્શન જોવા રાહ જોતા હોય છે. અમદાવાદના સૌ નગર જનો યાત્રાનું અવગત કરી શકે દર્શન કરી શકે તેની વ્યવસ્થા પોલીસે કરી છે. દર વર્ષે આ યાત્રા નીકળવામાં આવે છે. આ વર્ષે આ આયોજન અમદાવાદના શહેરીજનો એક થઈને દર્શન કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. તમામ સમજો સાથે મળી પોતે આયોજક હોય એ પ્રકારે આ યાત્રા વર્ષોથી નીકળે છે. યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન જગનાથજીના નારા ગુંજ્યા. યાત્રા સમય સર નીકળી અને સમયસર પૂર્ણ થઇ છે. જયારે આગામી દિવસોમાં રથયાત્રા અંગે બેઠકો પણ મળશે. અને આ દરમિયાન રથયાત્રાનું નિરીક્ષણ પણ કરવામાં આવશે.