ચાણક્યની નીતિ મનુષ્યમાં જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં અને સુખી જીવન જીવવા માટે મદદ કરે છે. ચાણક્ય મુજબ માણસ તેની આદતોથી શ્રેષ્ઠ છે એમ કહેવામાં આવે છે. ચાણક્ય મુજબ જીવનમાં સફળતા મેળવવા માટે ત્રણ બાબતોની કાળજી લેવી જરૂરી છે . લક્ષ્મી એવા વ્યક્તિના ઘરે રહે છે જે આ વસ્તુઓની સંભાળ રાખે છે.

જીવનમાં સફળતા મેળવવા માટે મનુષ્યે અનેક બલિદાન આપવા પડે છે. ચાણક્ય કહે છે કે જે માણસ ધ્યેયને હાંસલ કરવાની ઇચ્છા રાખે છે તેણે પહેલા અસત્યનો ત્યાગ કરવો જોઇએ. તેમના કહેવા મુજબ, અસત્યના માર્ગ પર ચાલનાર વ્યક્તિને ક્ષણિક સુખ મળે છે અને તે પછી દુઃખમાં ફેરવાય છે તેથી, જીવનમાં લાંબા સમય સુધી ખુશ રહેવા માટે, સત્યના માર્ગ પર ચાલવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાણક્ય મુજબ, વ્યક્તિ સત્યના માર્ગ પર ચાલે છે અને સ્વાર્થ માટે જૂઠનો આશરો લેતો નથી,અને સ્વાર્થ ખાતર જે વ્યક્તિ અસત્યનો ટેકો ન લે તે પોતાની જાતે માતા લક્ષ્મી તેની પાસે આવે છે અને તેના પરિવારમાં ખુશીઓ છવાઈ જાય છે.

ચાણક્યએ આળસને તેની નીતિશાસ્ત્રમાં મનુષ્ય માટેનો સૌથી મોટો દુશ્મન ગણાવ્યો છે. તે કહે છે કે આળસ માણસને પાછળ ધકેલી દે છે અને તેના હરીફો આગળ વધે છે. અને આથી તેના હાથમાંથી નવી તકો પણ સરકી જાય છે. આમ લક્ષ્મી પણ આવા વ્યક્તિની પાસે આવતી નથી.

ચાણક્ય મુજબ માણસે લોભથી દૂર રહેવું જોઈએ. લોભી વ્યક્તિને કદી સંતોષ થતો નથી અને આ સ્થિતિમાં તે વધુ મેળવવાની ઇચ્છામાં ખોટા માર્ગનો ઉપયોગ કરે છે. ખોટા માર્ગને અનુસરીને કમાયેલ નાણાં હંમેશા દુ: ખનું કારણ બને છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ જીવનની મુશ્કેલીઓથી દૂર રહેવા માટે લાલચ છોડી દેવી જોઈએ.