ચાણક્યની ગણતરી ભારતના શ્રેષ્ઠ વિદ્ધાનોમાં કરવામાં આવે છે. ચાણક્યના અનુસાર, વ્યક્તિને પૈસાની બાબતમાં ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ પાસે પૈસા હોય છે, ત્યારે ખરાબ સમય પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. એક રીતે, સંકટ સમયે પૈસા એક સાચા મિત્રની ભૂમિકા ભજવે છે. ચાણક્ય અનુસાર, ભૌતિક જીવનમાં પૈસાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એટલા માટે, પૈસાના ખર્ચમાં વધુ કાળજી લેવી જોઈએ. જે વ્યક્તિ પૈસા ખર્ચ કરવામાં વર્તમાન અને ભવિષ્યનું ધ્યાન રાખતા નથી, તેને આગળ ચાલીને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ચાણક્યની માનીએ તો પૈસા જ્યારે હોય છે ત્યારે તમારો આત્મવિશ્વાસ વધેલો રહે છે. કોઈ પણ પરીસ્થિતિમાંથી બહાર નીકળી જવામાં આત્મવિશ્વાસની મહત્વની ભૂમિકા હોય છે. આત્મવિશ્વાસ જ ટાર્ગેટને પૂર્ણ કરવામાં મદદ મળે છે. સંપત્તિવાળા વ્યક્તિને વધારે નુકસાન પહોંચી શકતું નથી. તેથી, ખરાબ સમય સાથે વ્યવહાર કરવા માટે નાણાં સંગ્રહિત કરવા જોઈએ. પૈસાની બાબતમાં ચાણક્યની આ બાબતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ.

જરૂરત પડવા પર જ પૈસાનો ખર્ચ કરો

ચાણક્ય અનુસાર, પૈસા ખર્ચમાં કાળજી રાખવી જોઈએ. જે લોકો આની કાળજી રાખતા નથી, જયારે ખરાબ સમય આવે છે ત્યારે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સંપતિનો સંચય કરવો જોઈએ. પૈસાની બચત કરવી સારી ટેવ છે. જયારે કોઈ મોટી જરૂરિયાત હોય ત્યારે જ પૈસાનો ઉપયોગ કરવો જોઈએ.