વર્ષના સૌથી મોટા તહેવારની શરૂઆત થઈ ગઈ છે. આગામી સાત દિવસ બાદ વાઘ બારસથી દિવાળીના તહેવારોની શરૂઆત થઈ જશે જે લાભ પાંચમ સુધી શરુ રહેશે. તેની સાથે આ વર્ષે દિવાળીની શરૂઆત બારસનો ક્ષય હોવાથી 2 નવેમ્બરના ધનતેરસનો દિવસ રહેશે. દિવાળી પર્વમાં ક્ષય તિથિ હોવાના કારણે ધનતેરસ અને કાળી ચૌદસની એક જ દિવસે ઉજવણી કરાશે. જ્યારે દિવાળી ૪ નવેમ્બરના મનાવવામાં આવશે.

પંડિત શક્તિ મિશ્રાએ જણાવ્યું છે કે, દીપાવલીના દિવસોમાં દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે પૂજા કરવામાં આવે છે, પરંતુ આ ઉપાયોની સાથે કેટલીક સાવેચતી પણ રાખવી જરૂરી છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, દિવાળીના દિવસોમાં આપણે ક્યા કામ ના કરવા જોઈએ.

જો નિષિદ્ધ કામ કરવામાં આવે તો દિવાળી પર કરવામાં આવે છે તો ઘણા ઉપાય કર્યા બાદ પણ લક્ષ્મીજીની કૃપા થતી નથી. દિવાળી એક એવો તહેવાર છે જે દરેક વ્યક્તિ પરિવાર સાથે ખૂબ ધામધૂમથી ઉજવે છે. અમીર અને ગરીબ બધા એકસરખું તેમની મહેનત અને ઘરની સુખ-શાંતિ માટે દિવાળીની વિશેષ પૂજા કરે છે.

દિવાળી પહેલા આ શરુ કરો આ મહત્વપૂર્ણ કામ

સવારે મોડા સુધી સૂવું ન જોઈએ

ઘરમાં ગંદકી ના રાખો

ક્રોધ ના કરો

સાંજે ઊંઘશો નહીં

વાદ-વિવાદ ના કરો

નશો ના કરવો