હિંદુ ધર્મમાં હોળીના તહેવારનું ખૂબ મહત્વ છે. ધાર્મિક કથાઓ અનુસાર, હીરળયકશ્યપની બહેન હોળીકાને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું. પોતાના અહંકારી ભાઈના કહેવા પર હોળીકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી ગઈ. પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદનો જીવ બચી ગયો. અને હોળીકા બળીને ભસ્મ થઈ ગઈ. આથી હોળીના તહેવારને અસત્ય પર સત્યની જીત કહેવામાં આવે છે.

જ્યોતિષના અનુસાર, હોળીકા દહનના દિવસે એવા કાર્યો હોય છે, જેને અશુભ માનવામાં આવે છે.
જ્યોતિષઆચાર્ય પંડિત રજત શર્મા પાસેથી આના વિશે જાણકારી મેળવીએ –

કયું કામ ના કરવું જોઈએ?

આ દિવસે પૈસા ઉધાર ન લેવા જોઈએ. આવું કરવાથી તમારાં ઘરમાં નકારાત્મકતા આવે છે. અને આખુ વર્ષ તમને આર્થિક ભીંસ પડી શકે છે.

આ દિવસે મહિલાઓ તેમના પુત્રો માટે ઉપવાસ રાખે છે. આવું કરવાથી ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ કૃપા મળે છે. જેનાથી પુત્રોને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે. હોળીના દિવસે પોતાની માતાનું અપમાન કરવાથી જીવનમાં દરિદ્રતાનો સામનો કરવો પડી શકે છે. આ દિવસે તમારી માતાને ઉપહાર આપો. આવું કરવાથી ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

શું ન ખાવુ જોઈએ?

હોળીકા દહનના દિવસે વ્યક્તિએ પરિવાર સાથે ઘઉં અને ગોળ ખાવો ના જોઈએ. આમ કરવાથી જીવનમાં ઉન્નતિનો અવસર પ્રાપ્ત થાય છે. હોળીકા દહનની અગ્નિમાં આ મીઠી રોટલી સેકીને પ્રસાદના રૂપે ખાઈ શકાય છે.

આ દિવસે સફેદ ચીજો દૂધ, દહીં, ભાત વગેરેનું સેવન કરવાં પર નિષેધ છે. જોકે આ દિવસે કાળા ચણાનું સેવન કરવાથી શનિદેવની વિશેષ કૃપા મળે છે. આ સિવાય, કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિને કાળા ચણાનું દાન કરી શકો છો. આનાથી તમારાં જીવનમાં સંકટથી દૂર રહેશો. અને ઉન્નતિના માર્ગ પ્રશસ્ત થશે.