goddess lakshmi :ઘરમાંથી દૂર કરો આ 5 વસ્તુઓ, નહીંતર મા લક્ષ્મી રિસાઈ જશે

આજે શુક્રવાર છે અને શુક્રવારનો દિવસ ધનની દેવી માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સૌથી ઉત્તમ દિવસ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે શુક્રવારે
વિધિ વિધાન સાથે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે તો લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. પરંતુ દેવી લક્ષ્મી જો કોઈનાથી
રિસાઈ જાય તો રાજાથી રંક પણ બનાવી દે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાયું છે આ કારણોસર દેવી રિસાયા હોય તે ઘર છોડીને ચાલ્યા જાય છે.
ઘરમાં બિલકુલ ન રાખો આ વસ્તુઓ
મધમાખી અથવા ભમરીનો મધપૂડો ઘરમાં હોય તો તરત દૂર કરો કારણ કે તેને અશુભ માનવામાં આવે છે. અને મધપૂડાની હાજરીને કારણે આર્થિક સમસ્યા પણ આવી શકે છે.
કરોળિયાનું ઝાળું
દેવી લક્ષ્મી માત્ર તે જ ઘરમાં રહે છે જ સ્વચ્છ હોય છે. જે ઘરમાં કરોળિયાનું ઝાળું હોય છે ત્યાં બહુ ગંદકી હોય છે. આ કારણે માતા લક્ષ્મીનો વાસ ત્યાં
થતો નથી અને ત્યાં આર્થિક સમસ્યા સર્જાય છે. માટે દેવી લક્ષ્મીને જો પ્રસન્ન કરવા માંગતા હોવ તો ઘરને સાફ રાખો.
કબૂતરનો માળો
ઘરમાં કબૂતર નું આગમન એ ખુશી અને શાંતિની નિશાની છે, તેથી
દરરોજ કબૂતર-પાણી આપો. આ કરવાથી, ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહેશે. પરંતુ
ઘરમાં કે ઘરની આજુબાજુ કબૂતરનો માળો છે તો તરત જ તેને ત્યાંથી દૂર કરો.
ખાલી માળાને કારણે ઘરમાં આર્થિક સમસ્યા ઉદભવી શકે.
તૂટેલો કાચ
વાસ્તુ શાસ્ત્રને અનુસાર ઘરમાં તૂટેલો કાચ ક્યારેય ન રાખવો. આનાથી ઘરમાં
નેગેટિવિટી ઉત્પન્ન થાય છે અને પરિવારજનો વચ્ચે તણાવના સંબંધ પણ સર્જાય
છે.
એંઠા વાસણ ફેલાવેલા ન રાખો
જો તમે ઇચ્છો છો કે દેવી લક્ષ્મી પ્રસન્ન રહે તો ઘરને બને તેટલું સ્વચ્છ
રાખો. ઘરમાં એઠાં વાસણો ફેલાવીને ના રાખો જો આમ જ રહેશે તો દેવી લક્ષ્મી
ક્યારેય તમારા ઘરમાં વાસ નહિ કરે.