અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા શાંતિ પૂર્વક સંપન્ન થઈ છે. ત્યારે હવે આજે ભગવાન જગન્નાથનો મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવશે. ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા બે વર્ષના અંતરાળ પછી નગર યાત્રાએ નિકળી હતી. જે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પહિંદ વિધિ સંપન્ન થઈ છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન દરવર્ષે મુખ્યપ્રધાનના હસ્તે પહિંદવિધિ થતી હોય છે..ત્યારે આ વર્ષે પણ સીએમ રૂપાણીના હસ્તે પહિંદ વિધિ કરી હતી. ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ભક્તો વગર રથયાત્રા નિકળી છે.

જો કે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તો વિના જ શાંતિપૂર્વક પૂર્ણ થઈ છે. ખાસ કરીને સવારે સાત વાગ્યે સીએમ રૂપાણીએ પહિંદવિધિ અને રથ ખેંચીને રથનું પ્રસ્થાન કરાવ્યુ હતુ. અને શહેરના 19 કિલોમીટરનો રૂટ કાપીને 10 મિનિટ મોસાળ સરસપુરમાં રોકાણ કરીને 10 કલાક 48 મિનિટે નાથનો રથ જગન્નાથ મંદિરના પટાંગણમાં પરત ફર્યો હતો. જે ગઈકાલે આખી રાત ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રજી રથમાં રોકાયા. અને આજે સવારે આરતી બાદ ત્રણેય મૂર્તિઓને વિધિવત મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. જે આજે ભગવાનનું મંદિરના ગર્ભગૃહ પ્રવેશ થશે.

મહત્વનું છે કે શહેરમાં રથયાત્રા યોજાય છે તે બાદ રથયાત્રાના બીજા દિવસે મંદિરના ગર્ભ ગૃહમાં પ્રવેશ કરાવવામાં આવે છે ત્યાં સુધી જગન્નાથને મંદિરના પ્રાંગણમાં જ રાખવામાં આવે છે. નગરનો નાથ નગર ચર્યાએ નિકળ્યા બાદ આજે નિજ મંદિરમાં પ્રવેશ કરવાના છે ત્યારે ભગવાનનું વૈદિક મંત્રોચ્ચાર સાથે નિજ મંદિરમાં તેમનો પ્રવેશ કરાવવામાં આવશે તમને પુન:પ્રવેશ કરવામાં આવશે. ભગવાનનું શાસ્ત્રોક્ત વિધિથી મંદિરમાં પુન:પ્રવેશ કરાવવામાં આવે છે.

જો કે જગન્નાથજીની રથયાત્રાને પરંપરાગત નાથને નગરયાત્રા બાદ નિજ મંદિરના પ્રાંગણમાં રખાય છે. જે જગન્નાથપુરી બાદ અમદાવાદની વિશ્વ વિખ્યાત રથયાત્રા છે. નિજ મંદિરમાં ભગવાનને વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્થાપન કરાશે. કોરોના પ્રોટોકોલ સાથે નાથની નગરયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થઇ છે. અમદાવાદના રંગીલા પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનના માધ્યમથી પણ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી..આ સાથે જ રથયાત્રા દરમિયાન પણ સંવેદનશીલ વિસ્તારમાં રથયાત્રાના રૂટ પણ ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવતી હતી.