બેટ દ્વારકાના ટાપુઓ સુન્ની વકફ બોર્ડના હોવાના દાવા મામલે થયેલ hcમાં અરજી કરવામાં આવી છે. જે અરજીને ગુજરાત હાઇકોર્ટે દ્વારા ફગાવી દેવામાં આવી છે. કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતા કોર્ટ ને ટકોર કરી છે. ત્યારે આ મામલે હાઇકોર્ટ ટકોર કરતા જણાવ્યું છે કે, તમે કૃષ્ણની નગરી પર કેવી રીતે દાવો કરી શકો છો. જે ભગવાન કૃષ્ણના નગર પર તમારો અધિકાર કેવી રીતે હોઈ શકે?. બેટ દ્વારકામાં આઠ ટાપુઓ છે, જેમાંથી બે ટાપુ પર ભગવાન કૃષ્ણના બે મંદિરો બંધાયેલા છે. અરજીમાં ટકવાપાત્ર નથી. જો કે સુન્ની વક્ફ બોર્ડે ગુજરાતના ભગવાન કૃષ્ણની નગરી દ્વારકામાં આવેલા બેટ દ્વારકાના બે ટાપુઓ પર દાવો કર્યો હતો.

મહત્વનું છે કે વકફ કમિટીએ જમીન પોતાની માલિકીની હોવાની અરજી કરી હતી. ત્યારે હાઈકોર્ટે નારાજગી દર્શાવતા કહ્યું હતું કે તમે શું બોલો છો તેનું કંઈ ભાન છે? કૃષ્ણ નગરીમાં વકફ કમિટી જમીનનો દાવો કેવી રીતે કરી શકે? ન્યાયાધીશે આ અરજી પણ ફગાવી દીધી હતી.

ઉલ્લેખીનય છે કે, પ્રાચીન કથાઓ અનુસાર ભગવાન કૃષ્ણની પૂજા કરતી વખતે, મીરાબાઈ અહીં તેમની મૂર્તિમાં સમાઈ ગયા હતા. બેટ દ્વારકાના આ બે ટાપુઓ પર લગભગ 7000 પરિવારો રહે છે, જેમાંથી લગભગ 6000 પરિવારો મુસ્લિમ છે. વકફ બોર્ડ આના આધારે આ બે ટાપુઓ પર પોતાનો દાવો કરી રહ્યા છે. પરંતુ કોર્ટમાં તેની કાર્યવાહી પર આશ્ચર્ય વ્યક્ત કરીને તેમના દાવાને ફગાવી દીધો હતો.

પ્રાચીન કથાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ અહીં 12 યોજન ભૂમિ પર આ નગરની સ્થાપના કરવામાં આવી હતી. આ દરિયાની અનંત ઊંડાણમાં ડૂબી ગયેલું દ્વારકા, ગોમતી નદી (ગુજરાત) અને અરબી સમુદ્રના સંગમ પર આવેલું એક સમૃદ્ધ શહેર હતું. કૃષ્ણનું પ્રિયસ્થાન હોવાથી આજ સુધી બેટ દ્વારકાને કોઇ આંચ આવી નથી, અહીં ભૂકંપ,સુનામી જેવી કુદરતી આફતથી બેટ દ્વારકાને કશું નુકસાન થયું નથી.