મોરારીબાપુ ની ઉત્તરાખંડમાં યોજાનારી રામકથા સ્થગિત કરવામાં આવી છે. ઉત્તરાખંડ ના દેવ પ્રયાગ ખાતે શનિવાર થી રામકથા શરૂ થવાની હતી જેને હાલમાં સ્થગિત કરવામાં આવી છે. જો કે ઉત્તરાખંડ સરકાર દ્વારા લોકડાઉન લંબાવતા આ રામકથા સ્થગિત કરવામાં આવી છે. જે આ રામકથાની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

ઉત્તરાખંડમાં ફરી એકવાર, કોરોના કર્ફ્યૂને એક અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. રાજ્યમાં 22 જૂનથી 29 જૂન સુધીના કર્ફ્યૂમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીએમ તીરથસિંહ રાવતની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે, કર્ફ્યૂ દરમિયાન ઘણી છૂટ પણ આપવામાં આવી છે.

કોરોનાનાં કેસો પહેલા કરતા ઓછા થઈ શકે છે, પરંતુ ત્રીજી લહેરની સંભાવનાને કારણે જોખમ હજી વધુ વધી ગયું છે. તે જ સમયે, કાળી ફૂગના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં સરકાર કોઈ બેદરકારી દાખવવા માંગતી નથી. તેથી જ કર્ફ્યૂ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી રહ્યો નથી. જોકે થોડીક છૂટછાટ આપવામાં આવી છે.

દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે નબળી પડી રહી છે. સતત 12માં દિવસે નવા કેસની સંખ્યા 1 લાખ કરતાં ઓછી આવી છે અને સતત પાંચમાં દિવસે 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે. કોરોનાથી મોતનો આંકડો પણ ઘટ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 60753 નવા કોરોનાના કેસ આવ્યા અને 1647 સંક્રમિતોના મોત થયા છે. 97,743 લોકો કોરોનાથી ઠીક થયા છે .