અમરનાથ યાત્રા પર જવા ઇચ્છુક દર્શનાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમરનાથ યાત્રા માટેના ફિટનેસ સર્ટિફિકેટ આવતીકાલથી આપવામાં આવશે. જે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે. જો કે આ 45 દિવસ ચાલનારી યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ જરૂરી છે. અમરનાથની યાત્રાએ જનારા યાત્રાળુઓ માટે કેન્દ્ર સરકારે ફિટનેસ ર્સિટફિકેટ ફરજિયાત કરી દીધું છે. દેશભરના યાત્રાળુઓએ સ્થાનિક સરકારી હોસ્પિટલમાંથી ફિટનેસ ર્સિટફિકેટ મેળવવાનું હોય છે.

કોરોના કાળ ના બે વર્ષ બાદ આ અમરનાથ યાત્રા ફરી શરૂ કરાઇ છે. સિવિલ તંત્રના આંકડા મુજબ સાતથી આઠ હજાર ફિટનેસ સર્ટિ ઇસ્યુ થાય છે. 13 વર્ષ થી ઓછા અને 75 વર્ષથી વધુ વયના લોકોને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં. ફિટનેસ સર્ટિફિકેટ માટે સવારે 9 થી 1 સુધી ઓપીડી ચાલશે. જે હવેથી સિવિલ હોસ્પિટલમાં યાત્રાળુઓને સરળતાથી ફિટનેસ ર્સિટફિકેટ મળી રહેશે.

૧૩ વર્ષથી નાના અને ૭૫ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ તથા ગર્ભવતી મહિલાઓ અને બાયપાસ સર્જરી કરાયેલા અને હ્દયમાં સ્ટેન્ડ મુકવામાં આવેલા હોય વ્યક્તિઓને મેડિકલ ફિટનેસ ર્સિટફિકેટ આપવામાં આવશે નહી હોવાનું જાણવા મળે છે.