લોહરીનો તહેવાર પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ તહેવાર મકર સક્રાંતિના ઠીક એક દિવસ પહેલા આ ઉત્સવની ઉજવણી કરવાની પરંપરા છે. એવી દંતકથા છે કે, ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં લોહરી પર્વ પણ ઉજવવામાં આવ્યો હતો. તે સમયે લોહિતા નામની રાક્ષસીના વધની ખુશીમાં આ તહેવાર ઉજવવામાં આવ્યો હતો અને લોકોએ લોહરી પ્રગટાવીને તેની પરિક્રમા કરતા તેમાં નવો પાક મીઠાઈ, મગફળી, રેવડીઓ અર્પિત કરી હતી. આજે પણ લોકો આ પરંપરામાં લોહરીની ઉજવણી કરે છે. પંજાબમાં લોહરીની સાથે દુલ્લા ભટ્ટીની કહાની જોડાયેલી છે.

આજે મનાવવામાં આવી રહી છે લોહરી

વર્ષ ૨૦૨૧ માં મકરસંક્રાતિ ૧૪ જાન્યુઆરીએ ઉજવવામાં આવી રહી છે, એવામાં લોહરીની તહેવાર ૧૩ જાન્યુઆરીના ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે માગશર વદ અમાસની તિથિ દિવસના 10.30 વાગ્યે સમાપ્ત થાય છે. ત્યાર બાદ માઘ શુક્લ પ્રતિપાદ તિથી શરુ થશે અને આ તિથીમાં લોહરીની ઉજવણી કરવામાં આવશે.

લોહરીની સાંજે પ્રદોપ કાળ દરમિયાન લોહરી સળગાવવાની પરંપરા છે. આ વર્ષે લોહરી પર સુર્યાસ્તનો સમય ૫ વાગ્યાના ૪૫ મિનીટ છે. ત્યાર બાદ ૮:૨૮ સુધી લોહરી સળગાવવાનો સમય યોગ્ય રહેશે. આ સમયે શુભ અને અમૃત ચૌઘડિયુ હોવાથી લોહરીની પૂજા શુભ રહેશે.