ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવાનો એકમાત્ર ઉપાય છે મહારુદ્રાભિષેક, મહાશિવરાત્રી પર આ મહારુદ્રાભિષેક કરવાથી દૂર થઇ જાય છે તમામ મુશ્કેલીઓ…!

શિવરાત્રીનો દિવસ શિવભક્તો માટે ઘણો મહત્વપૂર્ણ હોય છે. આ દિવસ શિવભક્તો માટે કોઈ વરદાનથી કમ નથી. કેમકે મહાશિવરાત્રીએ ભગવાન શિવ પાસે માંગેલી તમામ મનોકામનાઓ તરત જ ફળીભૂત થઇ જાય છે.તેથી જ આ દિવસે ભગવાન શિવની આરાધના ખુબ જ જરૂરી હોય છે. આ દિવસે ભગવાન શિવ એકદમ જલ્દી પ્રસન્ન થઇ જાય છે.

મહારુદ્રાભિષેકથી થતી ફળપ્રાપ્તિ

1. ઘર-સંપત્તિમાં વધારો થાય છે.
2. શત્રુઓ દૂર રહે છે.
3. સમાજમાં માન-સમ્માનની પ્રાપ્તિ થાય છે.
4. દુઃખોનો અંત આવે છે.
5. લક્ષ્મીનો વાસ ઘરમાં હંમેશ બની રહે છે.

જાણો શા માટે કરવો આ જ વસ્તુઓથી કરવો ભગવાન શિવનો મહારુદ્રાભિષેક :-

દૂધ : ઘરનું વાતાવરણ સુખદ અને પવિત્ર બની રહે તે માટે.

દહીં : પારિવારિક કંકાસ અને અચાનક થતાં નુકશાનથી બચવા માટે

મધ : વિદ્યા પ્રાપ્તિ માટે

ખાંડ : સમૃદ્ધ સંચાર માટે

નારિયેળ પાણી: શત્રુ પ્રભાવ તથા પ્રેત બાધાઓ દૂર કરવાં માટે

ભસ્મ: શત્રુઓના વિનાશ માટે

વર્ષા જળ : નકારાત્મક શક્તિઓનો નાશ કરવાં માટે

શેરડીનો રસ : લક્ષ્મી પ્રાપ્તિ માટે

ગંગા જળ : ગ્રહો દ્વારા ઉત્પન્ન થતાં દોષને દૂર કરવાં માટે

ભાંગ: સુખદ સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે

ઘી : કારોબારમાં આવતી બાધાઓ દૂર કરવાં માટે