રાજ્યમાં સતત કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. જેના લીધે બધાને રાજ્યમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. કોરોનાના કહેર હવે મંદિરો સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં હોળી-ધૂળેટીનો તહેવાર આવવાનો છે અને તેના લઈને સરકાર દ્વારા રંગોથી હોળી રમવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ બાબતમાં હવે વીરપુર જલારામબાપાના મંદિરથી મોટા સમાચાર સામે આવ્યા છે.

યાત્રાધામ વીરપુર જલારામબાપાનું મંદિર દર્શનાથી માટે ત્રણ દિવસ બંધ રાખવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર તારીખ ૨૭/૩/૨૦૨૧ થી તા ૩૦/૦૩/૨૦૨૧ સુધી બંધ રહેશે. એટલે આવતા શનીવારથી શની/રવી/સોમ એમ ત્રણ દિવસ પુજ્ય જલારામ બાપાના દર્શન ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. જેના લીધે ભક્તો આ ત્રણ દિવસ દર્શનથી વંચિત રહેશે.

હોળી-ધૂળેટીના તહેવારોને લઈને વિશ વિખ્યાત પૂજ્ય જલારામ બાપાના મંદિરને ત્રણ દિવસ માટે બંધ રહેશે. હોળી-ધૂળેટીમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ નહીં તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં ચાલી રહેલા કોરોનાનો લહેરને જોતા જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.