આજે ફાગણી પૂનમ છે. ત્યારે આજે ડાકોરના ઠાકોરજીના દર્શનનો અનેરો મહિમા છે. લાખો દર્શનાર્થીઓએ ઠાકોરજીના દર્શન કર્યાં છે. ગુજરાતભરમાંથી પદયાત્રીઓ પગપાળા ડાકોર પહોંચ્યા છે. આજે યાત્રાધામ ડાકોરમાં જય રણછોડ માખણ ચોરનો નાદ ગુંજયો છે. ફાગણી પૂનમ પર ડાકોરના ઠાકોરજીના દર્શનનું વિશેષ મહત્વ છે.

ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં ચાલુ વર્ષે ફાગણી પૂનમ અને ધૂળેટીના દિવસે દર્શનાર્થીઓ દર્શન માટે ઉમટી પડ્યા છે. આજના દિવસ ને ડાકોરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે ડાકોર મંદિરમાં વિશેષ ચોખા ઘી ના દીવા અને અન્ય રોશનીથી શણગાર કરવામાં આવે છે.

ભક્તો રણછોડજીના દર્શન કરવા લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા છે ડાકોર દર્શન બાદ ભક્તો ફાગવેલ ભાથીજી મંદિર વડતાલ સ્વામીનારાયણ મંદિર અને તે બાદ નડીઆદ સંતરામ મંદિરના દર્શન કરવા રવાના થયા છે. યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં ફાગણી પૂર્ણિમા નિમિત્તે મંદિર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મંદિર પરિસર પણ ભકતોથી છલકાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.