આજનું રાશિફળ – જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ…?

મેષ
આર્થિક ક્ષેત્રમાં વિશેષ નાણાંકીય સમસ્યાઓ પર ચિંતન. મહત્વપૂર્ણ નિર્ણયોથી લાભ પ્રાપ્તિનો યોગ. મનોરંજનમાં સમય પસાર થઈ શકે છે.
વૃષભ
તમારી બુદ્ધિ અને ખરા અનુમાન લગાવવાની ક્ષમતાને કારણે સફળતા અને સન્માન પ્રાપ્ત કરશો. ધન સંપત્તિના કાર્યમાં સફળતા મળવાનો પ્રબળ યોગ રહેલ છે.
મિથુન
સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. શુભ સંદેશ તમને નવી દિશા આપશે. કૌટુંબિક સમસ્યાઓને અવગણવી નહીં.
કર્ક
ભાગ્યવર્ધક કાર્યોથી લાભ પ્રાપ્તિનો યોગ રહેલ છે. ગૂઢ શોધ સંબંધી કાર્યોમાં સમય વીતશે. વરિષ્ઠ વ્યક્તિઓના વિવાદથી બચવું.
સિંહ
કુટુંબ-વ્યાપાર સંબંધી કાર્યોમાં ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ. સંતાન પક્ષ, મિત્ર વર્ગ, મનોજંન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્તિનો યોગ રહેલ છે.
કન્યા
કર્મક્ષેત્રમાં ગૂઢ શોધ વગેરેનો યોગ. આર્થિક ચિંતનનો વિશેષ યોગ. કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ, વિશેષ કાર્યો માટે યાત્રા વગેરે થશે.
તુલા
પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. વિશેષ નીતિગત સમસ્યા. વડીલોથી તનાવને કારણે યાત્રા યોગ રહેલો છે.
વૃશ્ચિક
સ્વયંની યોજના મુજબ કાર્ય કરવું. સામાજિક કાર્યોમાં પોતાનો સક્રિય સહયોગ આપવો. ક્રોધ અને આવેશ પર સંયમ રાખવું.
ધન
ભાગ્યથી પ્રગતિ અને આધ્યાત્મિક લાભ થશે. જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે. વિલાસિતાની વસ્તુઓની પ્રાપ્તિનો યોગ બની શકે છે.
મકર
ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું પડશે. ભૂમિ, વાહન, યંત્ર વગેરેથી લાભ થશે. યાત્રા થઈ શકે છે. વ્યાપારી વર્ગથી લાભ થવાની શક્યતા છે.
કુંભ
બુદ્ધિથી મુશ્કેલીઓ દૂર થશે. કૌટુંબિક સમસ્યાઓ થઈ શકે છે. આવકના સાધન પ્રાપ્ત થશે. કાર્ય સમય પર પૂરા થવાનો યોગ રહેલ છે.
મીન
કૌટુંબિક સમસ્યાઓ કુશળતાથી નીપટાવવી. કર્મક્ષેત્ર વિશિષ્ટ કાર્યોને પૂર્ણ કરવા માટે વિશેષ યાત્રાનો યોગ. નવા સંબંધ બની શકશે.